Monday, January 30, 2023

શ્રી હર્ષદ મહેતા (DCP સુરત ) દ્રારા "મિશન કોસાડ" અંતર્ગત સ્થાનીક લોકો સાથે સંવાદ સાધવામાં આવ્યો.

 29 જાન્યુઆરી 2023 ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા માનનીય શ્રી હર્ષદ મહેતા સાહેબ DCP ZONE - 5ની અધ્યક્ષતામાં સાંજે 4 વાગે કોસાડ H-1 આવાસમાં મિશન કોસાડ આવાસ કાર્યક્રમ અંતર્ગત જન સંપર્ક સભાનું આયોજિત કરવામાં આવી. જેમાં કોસાડ H - 1 આવાસના રહીશોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે DCP શ્રી હર્ષદ મહેતા સાહેબ તેમજ ACP શ્રી આર.પી. ઝાલા સાહેબ અને અમરોલી પોલીસ સ્ટેશનના P.I. શ્રી બ્રહ્મભટ્ટ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. 
    આ કાર્યક્રમમાં ઘણા ભાઈ બહેનોએ સક્રિય સહભાગ લઈ DCP સાહેબ સાથે સંવાદ સાધ્યો હતો અને તેમના કેટલાક પ્રશ્નો રજૂ કર્યા હતા. આ ઉપરાંત શિક્ષણ, સ્વચ્છતા, કાયદો વ્યવસ્થા, રોજગારી, આરોગ્ય, સરકારી સહાયતા જેવા ઘણા લોકહિતના કાર્યક્રમો વિષે શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા. અને પોલીસ વિભાગ આપને મદદ કરવા હંમેશા તત્પર છે. એમ કહી સૌને પોલીસને સહકાર કરવા હાકલ કરી. આ ઉપરાંત ડ્રગ્સના ચંગુલમાં આપણા બાળકો અને યુવાઓ નહીં ફસાય તે માટે સૌ માતા પિતાને પોલીસને સહકાર કરવા કહેવામાં આવ્યું. પોલીસ વિભાગ દ્વારા ડ્રગ્સ અથવા નશાખોરીને સામે કડક પગલાં લેવામાં આવશે તેમજ આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું.વળી કોસાડ આવાસમાં ઘણી જગ્યાએ સૂચન પેટી મૂકવી અને કોઈને સમસ્યા હોય તો તે સૂચન પેટીમાં સૂચના આપી શકે તેની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. તેવી જાહેરાત કરી અને પોલીસ દ્વારા તે સૂચનાઓ ને ધ્યાનમાં લઈ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું. 
    આ ઉપરાંત યુવાઓના રોજગાર, બહેનો માટે રોજગાર, વડીલો અને સિનિયર સિટીઝન માટે જરૂરી સહાય જેવા કાર્યક્રમો પોલીસ દ્વારા આયોજિત કરવામાં આવશે તેમ કહ્યું.
   આ કાર્યક્રમમાં H-1 કોસાડ આવાસના સ્થાનિક વડીલો, સમાજ અગ્રણીઓ, બહેનો અને ભાઈઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો.

શ્રી હર્ષદ મહેતા (DCP સુરત ) દ્રારા "મિશન કોસાડ" અંતર્ગત સ્થાનીક લોકો સાથે સંવાદ સાધવામાં આવ્યો.

 29 જાન્યુઆરી 2023 ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા માનનીય શ્રી હર્ષદ મહેતા સાહેબ DCP ZONE - 5ની અધ્યક્ષતામાં સાંજે 4 વાગે કોસા...